ચંડીગઢ, તા. 19 : પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ઈડીના દરોડા જારી છે. પંજાબના સીએમ ચરણજીતસિંહ ચન્નીના સંબંધિત ભૂપિંદરસિંહ હનીના ઘરે દરોડામા 3.9 કરોડ રૂપિયા બરામદ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં દરોડામાં 10.7 કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ દરોડાથી રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. પંજાબના સીએમ ચરણજીતસિંહ ચન્નીના એક ભત્રીજા સહિત અમુક સહયોગીના એક ડઝન ઘરે અને કાર્યલયે ઈડીએ દરોડો પાડયો છે.
Published on: Thu, 20 Jan 2022