શ્રીનગર, તા.19 : કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓના એક ઠેકાણાને ભારતીય સૈન્યએ ધ્વસ્ત કરી નાખ્યુ છે. બાંદરપોરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાની બાતમી બાદ સુરક્ષા દળોએ ધોંસ બોલાવી અને એક ખાલી બાગમાં આતંકી ઠેકાણું મળી આવ્યું હતું જ્યાંથી ભારે માત્રામાં હથિયારો અને અન્ય સામગ્રીઓ મળી આવી છે. સૈન્યએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
Published on: Thu, 20 Jan 2022