અપર્ણા યાદવે મોદી અને યોગીનો આભાર માન્યો
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 19 : ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ ભાજપમાં સામેલ થયા છે. અપર્ણાને દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં યુપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્રદેવ સ્ંિહ અને ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પક્ષનું સભ્યપદ અપાવ્યું હતું.
યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની સાથે અપર્ણા યાદવે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે, પોતે ભાજપના અભારી છે. તેઓ માટે દેશ હંમેશા પહેલા આવે છે. તેઓ પક્ષનો અભાર માને છે કે તેનો ભાગ બનવાની તક આપવામાં આવી. અપર્ણા યાદવે કહ્યું હતું ક,ઁ તેઓ પીએમ મોદીથી પ્રભાવિત છે અને તેઓના વિચારમાં હંમેશા રાષ્ટ્ર સૌથી પહેલા અને રાષ્ટ્રધર્મ સૌથી પહેલા રહે છે. આ અગાઉ અપર્ણા યાદવે 2017મા લખનઉની કેન્ટ વિધાનસભાથી ચૂંટણી લડી હતી પણ તેમાં હાર મળી હતી અને રીતા બહુગુણા જોશીની જીત થઈ હતી. 2017મા અખિલેશ યાદવે અપર્ણા માટે પ્રચાર પણ કર્યો હતો. અપર્ણા યાદવ મુલાયમસિંહ યાદવના બીજા પત્ની સાધના યાદવના પુત્ર પ્રતિક યાદવના પત્ની છે. અર્પણાના પિતા અરવિંદ સિંહ બિષ્ટ એક પત્રકાર છે.
Published on: Thu, 20 Jan 2022
અખિલેશને આંચકો : મુલાયમના નાના પુત્રવધૂ ભાજપમાં સામેલ
