અમિત સાધે ડિટૉક્સ વૅકેશનનો આનંદ માણ્યો

અમિત સાધે ડિટૉક્સ વૅકેશનનો આનંદ માણ્યો
કોરોના મહામારી બાદથી એલોપથીને બદલે આયુર્વેદ તરફનો ઝોક વધી ગયો છે. અભિનેતા અમિત સાધે પણ ડિટૉકસ થવા માટે આયુર્વેદનો જ આશરો લીધો હતો. તે મુંબઈથી ત્રણ કલાકને અંતરે મુળશીમાં આવેલા આત્માતન વેલનેસ સેન્ટરમાં સાત દિવસ રોકાયો હતો અને ત્યાંની તમામ ટ્રિટમેન્ટ લઈને તાજોમાજો થયો હતો. અહીંના ડૉકટરોની સલાહ અનુસાર અમિતનું ડિટૉક્સ ડાયેટ નક્કી કરવામાં આવ્યું હતું અને તેના શરીરમાં રહેલા નકામા કચરાને દૂર કરવા માટે ચોક્કસ પ્રકાસની થૅરેપી પણ કરવામાં આવી હતી. અમિતે આ વિશેના પોતાના અનુભવને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મારા માટે વેલનેસ એટલે આત્મા, મન અને તનની સંભાળ. મને અહીં સ્વર્ગની અનુભૂતિ થઈ હતી અને સાત દિવસ રહ્યા બાદ મને જાણ થઈ કે આયુર્વેદ દ્વારા ચેતનાથી સભર જીવન જીવવું શા માટે જરૂરી છે. 
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer