ટેલિવિઝનના જાણીતા કલાકાર શાહિર શેખના પિતાનું કોરોનાને લીધે અવસાન થયું છે. બે દિવસથી વેન્ટિલેટર પર રહેલા શાહિરના પિતા છેવટે કોરોના સામેની જંગમાં હારી ગયા હતા. અભિનેતા અલી ગોનીએ આ સમાચાર ટ્વીટર પર જણાવ્યા હતા. 18મી જાન્યુઆરીએ શાહિરે પિતાની તસવીર ટ્વીટર પર શૅર કરીને ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવાનું જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે, મારા પિતા કોરોના સંક્રમિત થયા છે અને વેન્ટિલેટર પર છે. તેઓ જલદી સાજા થાય તે માટે પ્રાર્થના કરજો.
સોની એન્ટરટેન્મેન્ટની સીરિયલ કુછ રંગ પ્યાર કે તથા મહાભારત સીરિયલમાં અર્જુનની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલો શાહિર હવે પવિત્ર રિશ્તા 2.0માં અંકિતા લોખંડે સાથે જોવા મળશે.
Published on: Fri, 21 Jan 2022
શાહિર શેખના પિતાનું અવસાન
