એન્જિનિયરિંગ નહીં એક્ટિંગ કૅરિયર મારા માટે યોગ્ય છે : મનન જોશી

એન્જિનિયરિંગ નહીં એક્ટિંગ કૅરિયર મારા માટે યોગ્ય છે : મનન જોશી
સ્ટાર પ્લસની સીરિયલ કભી કભી ઈત્તેફાક સેમાં મનન જોશી અને યેશા રુધાની મુખ્ય ભૂમિકામાં છે. અભિનેતા મનન અનુભવ નામના વિજ્ઞાનીની ભૂમિકા ભજવે છે જે પ્રામાણિક અને મનમોહક યુવાન હોય છે. આ સાથે જ અન્યોની સમસ્યાને દૂર કરવા માટે તત્પર અને બધા માટે આદર ધરાવનાર વ્યક્તિત્વ ધરાવે છે. મનને જણાવ્યું હતું કે, મેં અનુભવની બૉડી લેંગ્વેજ શીખવા માટે તૈયારી કરી છે. મારા અને તેના વ્યક્તિત્વમાં ફરક છે હું બોલકણો છું જયારે અનુભવ હંમેશાં ટુ ધ પૉઇન્ટ વાત કરે છે. વળી રોજ ચશ્માં પહેરનારની ભાવભંગિમા શું હોય છે તે પણ હું શીખ્યો હતો.આ સીરિયલમાં કોઈ નકારાત્મક પાત્ર નથી અને કૌટુંબિક પ્રેમને દર્શાવવામાં આવ્યો છે. 
મનન વાસ્તવમાં એન્જિનિયર છે પણ અભિનયનો શોખ હોવાથી કૉર્પોરેટ વર્લ્ડની કારકિર્દી છોડી દીધી હતી. તેનું કહેવું છે કે, હું કૉર્પોરેટનો વ્યક્તિ જ નથી. નિયમિત નવા લોકોને મળવું ગમે છે અને એટલે જ એન્જિનિયરીંગ કરતાં એક્ટિંગ કૅરિયર મારા માટે યોગ્ય છે. 
યેશા રુધાની અને ડેલનાઝ ઈરાનીને ઉત્તમ સહકલાકાર ગણાવીને મનને કહ્યું હતું કે, તેઓ હંમેશાં હસતાં જ હોય છે. ડેલનાઝ મારી ગૉડ મધર છે કેમ કે તે મારા માટે ખાવાનું લાવે છે. તેમની સાથે કામ કરવું મને ગમે છે. 
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer