વર્ષ 2021ની આઇસીસીની ટેસ્ટ ટીમમાં ભારતના ત્રણ ખેલાડી, વન ડે ટીમમાં એક પણ નહીં

વર્ષ 2021ની આઇસીસીની ટેસ્ટ ટીમમાં ભારતના ત્રણ ખેલાડી, વન ડે ટીમમાં એક પણ નહીં
દુબઇ, તા.20: આઇસીસીએ વર્ષ 2021ની પુરુષ ટેસ્ટ ટીમ જાહેર કરી છે. જેમાં ભારતના ત્રણ ખેલાડી રોહિત શર્મા, ઋષભ પંત અને રવિચંદ્રન અશ્વિન સામેલ છે. ટીમમાં ભારત-પાકિસ્તાનના ત્રણ-ત્રણ, ન્યુઝીલેન્ડના બે અને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને શ્રીલંકાના એક-એક ખેલાડી છે. કેન વિલિયમ્સનને વર્લ્ડ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવાયો છે. આ ઉપરાંત આઇસીસીએ 2021ની વર્લ્ડ વન ડે ટીમ પણ જાહેર કરી છે. ખાસ વાત એ છે કે ટી-20ની જેમ પ0 ઓવરની વિશ્વ ટીમમાં પણ એકપણ ભારતીય ખેલાડી પસંદ થયો નથી. વન ડે ટીમમાં બાંગાલદેશના 3 ખેલાડી સામેલ છે. આયરલેન્ડના બે ખેલાડી ટીમમાં છે. આઇસીસીએ 2021ની મહિલા વન ડે ટીમ પણ જાહેર કરી છે. જેમાં ભારતની કપ્તાન મિતાલી રાજ અને અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામી પસંદ થઇ છે.
2021ની ટેસ્ટ ટીમ : રોહિત શર્મા, દિમૂથ કરૂણારત્ને, માર્નસ લાબુશેન, જો રૂટ, કેન વિલિયમ્સન (કેપ્ટન), ફવાદ આલમ, ઋષભ પંત (વિકેટકીપર), કાઇલ જેમિસન, રવિચંદ્રન અશ્વિન, હસન અલી અને શાહિન શાહ અફ્રિદી.
2021ની વન ડે ટીમ: પોલ સ્ટર્લિંગ, યાનેમન મલાન, બાબર આઝમ (કેપ્ટન), ફરખ જમાન, રાસી વાન ડુસાન, શાકિબ અલ હસન, મુશફિકુર રહેમાન, વાનિન્દુ હસારંગા, મુસ્તાફિઝુર રહેમાન, સિમી સિંહ અને દુષ્મંથા ચમીરા.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer