લખનઉ, તા.20: પાછલા બે વર્ષથી ખિતાબથી વંચિત ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુ આજે અમેરિકી ખેલાડી લોરેન લેમને માત્ર 33 મિનિટમાં 21-16 અને 21-13થી હાર આપીને સૈયદ મોદી ઇન્ટરનેશનલ પ00- ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુની ટક્કર છઠ્ઠા ક્રમની થાઇલેન્ડની ખેલાડી સુપાનિદા કેટેથોંગ સામે થશે. મહિલા સિંગલ્સમાં ભારતની બિન ક્રમાંકિત ખેલાડી સામિયા ઇમાદ પણ અંતિમ આઠમાં પહોંચી છે. તેનો મુકાબલો હમવતન ખેલાડી અનુપમા ઉપાધ્યાય સામે હવે થશે.
Published on: Fri, 21 Jan 2022
સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં
