પામ-કપાસિયા-સીંગતેલ વધ્યાં

પામ-કપાસિયા-સીંગતેલ વધ્યાં
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 20 : સિંગતેલમાં ઘરાકીના અભાવે ભાવ સ્થિર થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં સિંગતેલ લૂઝ્નો ભાવ રૂ.1275 હતો. લૂઝમાં દિવસ દરમિયાન આશરે 2-3 ટેન્કરના કામકાજ થયા હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ.1977-1978 હતો. સિંગખોળના રૂ. 37000 જળવાયેલા હતા. 
સૌરાષ્ટ્રમાં કપાસિયા વોશનો ભાવ રૂ.15ના ઉછાળે રૂ.1200-1205 હતો. વોશમાં 10-15 ટેન્કરના કામકાજ થયા હતા. મલેશિયન ક્રુડ-પામતેલનો એપ્રિલ કોન્ટ્રાકટ 66 રીંગીટ વધીને 5190ની સપાટીએ બંધ થયો હતો. કંડલા બંદરે પામતેલ હાજર રૂ.6 સુધરીને રૂ.1156-1157 હતું. સોયાતેલ રૂ. 12 વધીને રૂ.1197-1198 હતું. 
રાજકોટની બજારમાં સિંગતેલ રૂપિયા 5 ના સુધારે રૂ.2235-2285 હતું. કપાસિયા તેલ અને પામતેલમાં રૂ. 20 વધારાતા બંનેના ભાવ અનુક્રમે 2095-2145 અને રૂ.1915-1920 હતા.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer