રિફાઇનિંગ, પેટ્રો કેમિકલ્સ અને રિટેલ સેગ્મેન્ટમાં સારા દેખાવની શક્યતા
મુંબઈ, તા. 20 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં નફો અને આવક બંને વધવાની ધારણા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. 21મી જાન્યુઆરીએ - આવતી કાલે શૅરબજારનું ટ્રેડિંગ સત્ર પૂરું થયા બાદ ત્રિમાસિક પરિણામો મોડી સાંજે જાહેર થવાની શક્યતા છે.
રિફાઇનિંગ, પેટ્રો કેમિકલ્સ અને રિટેલ સેગ્મેન્ટમાં સારો દેખાવ થવાના પગલે રિલાયન્સનો નફો અને આવક વધશે, એવું માર્કેટ સમીક્ષકોનું માનવું છે. પાછલા ત્રિમાસિક ગાળાઓની તુલનાએ રિલાયન્સ ડિસેમ્બર ગાળામાં સારો દેખાવ કરે તેવી અપેક્ષા સમીક્ષકોએ વ્યક્ત કરી છે.
પાછલા એક મહિના દરમિયાન રિલાયન્સનો શૅર બીએસઇ સેન્સેક્ષમાં આશરે નવ ટકા વધ્યો છે, જ્યારે સેન્સેક્ષમાં સાત ટકાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં રિલાયન્સ ઇન્ડ.ના શૅરનો ભાવ 18 ટકા વધ્યો છે જ્યારે 30 શૅર ઇન્ડેક્સમાં 14 ટકાનો વધારો થયો છે. કંપનીનો શૅર આજે સત્રના અંતે 1.57 ટકા ઘટી રૂા. 2482.10ના સ્તરે બંધ થયો હતો.
Published on: Fri, 21 Jan 2022
રિલાયન્સ ઇન્ડ.નું આજે ડિસે. ત્રિમાસિક પરિણામ : નફો અને આવક વધવાની ધારણા
