વિમેન એશિયન કપ ફૂટબૉલ સ્પર્ધા માટે નવી મુંબઈ પાલિકાનો ચિત્રરથ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : નવી મુંબઈમાં આજથી વિમેન એશિયન કપ ફૂટબોલ સ્પર્ધા શરૂ થઈ છે. તે છઠ્ઠી ફેબ્રુઆરી સુધી યોજાશે. આ નિમિત્તે નવી મુંબઈ પાલિકાએ આકર્ષક ફૂટબોલ ચિત્રરથ તૈયાર ર્ક્યો છે. આ રથમાં દેશના જાણીતા ફૂટબોલ ખેલાડીઓની માહિતી સાથે સ્પર્ધાનું સમયપત્રક પણ આપવામાં આવ્યું છે. આ ચિત્રરથ સંપૂર્ણ નવી મુંબઈમાં ફરશે. એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (એએફસી)ના પ્રોજેક્ટ ડિરેક્ટર નંદિની અરોરાએ આ ચિત્રરથનું ઉદ્ઘાટન ર્ક્યું હતું. 
જે.જે.સ્કૂલ અૉફ આર્ટ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી અમોલ ઠાકુરદાસના માર્ગદર્શન હેઠળ એનએમએમટીની એક જૂની બસનું આકર્ષક ચિત્રરથમાં રૂપાંતર કરાયું છે. બસની અંદર ક્રીન પર ખેલાડીઓમાં જોશ ભરનારા જિંગલ્સ અને વીડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. અમોલ ઠાકુરદાસે શબ્દસ્થ કરેલા મરાઠી અને હિંદી ગીતોને જાણીતા સંગીતકાર પ્રણય પ્રધાને સંગીત આપ્યું છે. ગાયિકા શિબાની દાસ અને પ્રણય પ્રધાને આ જિંગલ્સને સૂર આપ્યો છે.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer