ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે બ્રિટનમાં પ્રતિબંધો હટાવાયા

લંડન, તા. 20 : ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે બ્રિટનમાં પાબંદીઓ હટાવી દેવાનો નિર્ણય લેવાયો છે ! વડાપ્રધાન બોરિસ જોનસને ઘોષણા કરી હતી કે, ઈંગ્લેન્ડમાં હવે માસ્ક પહેરવું ફરજિયાત નથી. અમારા વૈજ્ઞાનિકોનું માનવું છે કે સંભવત: દેશમાં ઓમિક્રોન લહેરની ટોચ આવી ચૂકી છે ત્યારે હવે સરકાર લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપતી નથી.
ઉલ્લેખનીય છે કે દુનિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30.17 લાખ મામલા નોંધાયા છે. તો 8039 મૃત્યુ 
થયાં છે. અમેરિકામાં નવા 5.46 લાખ કેસ નોંધાયા છે, તો કોરોનાએ 1720 જણનો ભોગ લીધો છે.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer