મીરા-ભાયંદરમાં શિવસેના મેટ્રો કારશેડનો વિરોધ કરશે

જીતેશ વોરા તરફથી
ભાયંદર, તા. 20 : મેટ્રો રેલવેના મુર્ધા અને રાઇ ગામોની વચ્ચે કારશેડને કારણે લગભગ 32 એકર જમીન પ્રભાવિત થઈ રહી છે. અહીંના ભૂમિપુત્રોની જમીન સંપાદિત કરીને તેનો વિરોધ કરવાની ચીમકી શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે ઉચ્ચારી છે.  
મેટ્રો કારશેડની જમીન સંપાદન અંગે તાજેતરમાં મીરા-ભાયંદર પાલિકાના આયુક્ત દિલીપ ઢોલેની અૉફિસમાં સ્થાનિક ગ્રામજનોની બેઠક યોજાઈ હતી. ખખછઉઅએ કહ્યું કે અસરગ્રસ્ત ગ્રામજનોને પ્રતિ એકરે 25 લાખ રૂપિયા ચૂકવવાની કોઈ યોજના નથી. તેમના તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી છે. 
ખખછઉઅએ સ્થાનિક ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના ગ્રામજનોની જમીનો ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. તેની આ ભૂમિકાનો શિવસેનાએ જોરદાર વિરોધ કર્યો છે. વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે ચેતવણી આપી છે કે શિવસેના ભૂમિપુત્રોના નુકસાન કરવાનાં કાવતરાંને નિષ્ફળ બનાવવા માટે પેતાની ખાસ કાર્યશૈલીનો ઉપયોગ કરશે. 
દરમિયાન રાજ્ય સરકારે આ યોજના માટે રૂા. 180 કરોડ મંજૂર કર્યા છે, તેમણે ઉમેર્યું હતું કે આ યોજનામાં ઘણો ભ્રષ્ટાચાર થયો છે અને જો જરૂર પડશે તો લાંચ રુશવત નિવારણ વિભાગ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer