મુંબઈમાં જાન્યુઆરીના અંત સુધીમાં કોવિડના કેસ એક હજારથી ઓછા થશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 :  રાજ્યમાં બુધવારે કોવિડના કેસ 43,797 થયા હતા જે છેલ્લા 24 કલાકમાં 11.5 ટકા જેટલા વધ્યા હતા. તેની સામે મુંબઈમાં દૈનિક કેસમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. એટલે કે બુધવારે આ કેસ 6032 હતા જેની સરખામણીમાં મંગળવારે 6149 રહ્યા હતા.
બુધવાર હોવા છતાં અને અતિરિક્ત ટેસ્ટ હાથ ધરવામાં આવી હોવા છતાં મુંબઈમાં કેસમાં ઘટાડો નોંધાયો હતો. મુંબઈ માટે આ સારા સમાચાર છે, એમ બીએમસીના એક્ઝિકયુટિવ હેલ્થ અધિકારી ડૉ. મંગળા ગોમારેએ જણાવ્યું હતું.
બીએમસીના છેલ્લામાં છેલ્લા આંકડા જણાવે છે કે મંગળવારે 60,291 ટેસ્ટ હાથ ધરવામાં આવી હતી. તેની સામે આવતા બે દિવસે 45,000 કરતા વધુ ટેસ્ટ કરવામાં આવી હતી.
ગોમારે અને બીએમસી અતિરિક્ત કમિશનર સુરેશ કાકાણી એવી આશા રાખી રહ્યા છે કે મુંબઈમાં જાન્યુઆરીના અંત સુધીમાં કોવિડના દૈનિક કેસ 1000થી ઓછા થઈ જશે.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer