અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : કૈટ અનેક સંસ્થાઓ સાથે મળીને ઈ-કૉમર્સના મુદ્દા પર વેપારીઓનો અવાજ ઉઠાયો છે અને હવે આ સંબંધમાં ઈ-કૉમર્સ વેપારના અૉફલાઇન અને અૉનલાઇન સ્ટૉક હોલ્ડર્સ સાથે એક સીધા સંવાદનો કાર્યક્રમ 27 જાન્યુઆરીના આયોજિત કરવામાં આવ્યો છે જેમાં ઈ-કૉમર્સ નીતિ પર વ્યાપક ચર્ચા કર્યા બાદ સરકારને કરવામાં આવનારી ભલામણો પર પણ ચર્ચા કરવામાં આવશે. એમ કૈટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આવા પ્રકારની બેઠક પર જોર આપતાં જણાવ્યું હતું કે, કૈટનો એવો દૃઢ મત છે કે, ભારતમાં સોશિયલ કૉમર્સ સહિત કોઈ પણ ડિજિટલ મોડના માધ્યમથી તમામ પ્રકારના સામાનના વેપાર અથવા તમામ પ્રકારની સેવાઓ ઈ-કૉમર્સના દાયરામાં લાવવી જોઈએ.
કૈટના મહાનગર મહામંત્રી તરુણ જૈને જણાવ્યું હતું કે, દેશના એક જવાબદાર વેપારી સંગઠનના સ્વરૂપમાં અમે ઈ-કૉમર્સ સાથે સંકળાયેલા તમામ ક્ષેત્રોના મુખ્ય સંઘો અને પ્રમુખ કંપનીઓને તેમના વિચારો રજૂ કરવા માટે અને ભારતના ઈ-કૉમર્સ પરિદૃશ્યમાં સ્વચ્છતા અને પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવા આમંત્રણ આપ્યું છે.
Published on: Fri, 21 Jan 2022