મુંબઈ, તા. 20 (પીટીઆઇ) : મુંબઈ પોલીસની ગુના શાખાએ અનેક રાજ્યોમાં યુજીસી સંલગ્ન ખાનગી વિશ્વ વિદ્યાલયોની બનાવટી પ્રમાણપત્ર અને માર્કશીટ આપવાના આરોપમાં બે જણની ધરપકડ કરી છે. બાતમીના આધારે ગુના શાખાની યુનિટ 11એ બુધવારે બોરીવલીમાં પ્રાઇમ સેફાયર એજ્યુકેશન ઉપર દરોડા પાડયા હતા.
આરોપીઓએ બનાવટી પ્રમાણપત્ર અને ખાનગી વિશ્વ વિદ્યાલયોની માર્કશીટ આપવા માટે વિદ્યાર્થીઓ પાસે લાખો રૂપિયા વસૂલ્યા હતા.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. અદાલતે આરોપીઓને 27મી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી આપી છે.
Published on: Fri, 21 Jan 2022