નવી દિલ્હી, તા. 20 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, અનામત યોગ્યતાથી વિપરીત નથી, પરંતુ તેના વિતરણ પ્રભાવને આગળ વધારે છે. સર્વોચ્ચ અદાલતે તબીબી અભ્યાસક્રમોમાં અખિલ ભારતીય કવોટા બેઠકો પર અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને 27 ટકા અને આર્થિક નબળા વર્ગ (ઈડબલ્યુએસ)ને 10 ટકા અનામતની મંજૂરી આપતાં આ વાત કરી હતી. પાત્રતા, યોગ્યતામાં કોઇપણ બદલાવથી આ પ્રક્રિયા વિલંબમાં પડી હોત, તેવું સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું.
Published on: Fri, 21 Jan 2022