આધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ નવી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ

આધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ નવી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી, તા. 20 : ભારતે ગુરુવારે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ `બ્રહ્મોસ'ની નવી આવૃત્તિનું સફળ પરીક્ષણ કર્યું. ઓરિસ્સાના બાલાસોર કાંઠેથી મિસાઇલ છોડાયું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (ડીઆરડીઓ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બ્રહ્મોસની નવી આવૃત્તિનાં નિર્માણમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. ચાંદીપુર સ્થિત સંકલિત પરીક્ષણ રેન્જ પરથી વધારાની ટેકનિકસ સાથેના ક્રૂઝ મિસાઇલનું આજે સવારે 10 અને 45 મિનિટે પરીક્ષણ કરાયું હતું.
ડીઆરડીઓએ જણાવ્યું હતું કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની સમુદ્રમાંથી સમુદ્રમાં માર કરવાની ક્ષમતાવાળી આવૃત્તિનું આઇએનએસ વિશાખાપટ્ટનમ પરથી પરીક્ષણ કરાયું હતું. મિસાઇલે નિર્ધારિત લક્ષ્ય પર સટિક નિશાન લગાવતાં આજનું પરીક્ષણ સફળ રહ્યું હતું.

Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer