ભીમ આર્મી ચીફ રાવણ યોગી સામે મેદાનમાં

ભીમ આર્મી ચીફ રાવણ યોગી સામે મેદાનમાં
ચંદ્રશેખર આઝાદની ગોરખપુરથી ઉમેદવારી
લખનઉ, તા.20: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ `રાવણ'એ ભાજપ સામે મોરચો ખોલી દીધો છે અને સીએમ યોગી આદિત્યનાથ સામે ગોરખપુર સદર વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવાનું એલાન કર્યું છે.  યુપી વિધાનસભા ચૂંટણી માટે આઝાદ સમાજ પાર્ટીએ ઉમેદવારોની યાદી જારી કરી છે. જેમાં માત્ર ચંદ્રશેખર આઝાદનું જ નામ છે. પાર્ટીએ આઝાદને ગોરખપુર સદર વિધાનસભા  સીટથી ઉમેદવાર બનાવ્યા છે. ચંદ્રશેખરે પહેલા સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવાની કોશિશ કરી હતી પરંતુ વાત બની શકી નહોતી. અંદાજિત 40 દિવસ સુધી ચાલેલી વાતચીત બાદ ચંદ્રશેખરને નિરાશા મળી હતી અને અખિલેશ યાદવ ઉપર અપમાનિત કરવાનો આરોપ મૂક્યો હતો. 
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer