ચીને અરુણાચલના કિશોરનું અપહરણ કર્યું

ચીને અરુણાચલના કિશોરનું અપહરણ કર્યું
સ્થાનિક સાંસદે સરકાર પાસે મદદ માગી
નવી દિલ્હી, તા.ર0 : પુર્વ લદાખમાં લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદમાં 14 તબક્કાની સૈન્યસ્તરની મંત્રણા થઈ ચૂકી છે છતાં ઉકેલ આવ્યો નથી તેવા સમયે ભારત વિરોધી વધુ એક કારસ્તાનમાં ચીની સૈનિકો અરૂણાચલ પ્રદેશમાંથી એક ભારતીય તરુણને ઉઠાવી ગયા છે. અરૂણાચલ પ્રદેશના સાંસદ તાપિર ગાઓએ અપહરણનો આ મામલો જાહેર કર્યો છે અને સરકાર પાસે મદદ માગી છે. બનાવ ગત 18 જાન્યુઆરીનો છે.
ર018માં અરૂણાચલ પ્રદેશમાં ચીને ભારતીય વિસ્તારમાં 3-4 કિમી સુધી રસ્તો બાંધી લીધો હતો. નવા ઘટનાક્રમમાં સિયાંગ જિલ્લામાં ચીને પોત પ્રકાશ્યું છે. સાંસદ તાપિર ગાઓએ ટ્વિટ કર્યું કે ચીની સૈનિકોએ મંગળવારે જિદો ગામના 17 વર્ષના મિરામ તારોનનું ભારતીય ક્ષેત્ર સિયુંગલામાંથી અપહરણ કર્યું છે. 
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer