અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 13 : મજબૂત ડૉલર વચ્ચે દબાણ હેઠળ આવી ગયેલા સોનાના હાજર ભાવ વધુ તૂટ્યા હતા. વૈશ્વિક બજારોમાં સોનાનો ભાવ ગઈકાલની સરખામણીએ ઔંસ દીઠ વધુ 25 ડોલર તૂટીને 1818ની સપાટીએ રનીંગ હતો. ચાંદી 0.11 ઘટીને 20.77 ડોલરની સપાટીએ હતી. વિશ્લેષકો કહે છે કે ડોલરમાં, ફુગાવો ઉપરાંત બોન્ડ યીલ્ડની તેજીને કારણે સોનું તૂટી રહ્યું છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.670 ઘટીને રૂ.52190 અને મુંબઈમાં 653 ઘટીને રૂ.50465 હતો. રાજકોટમાં ચાંદી એક કિલોએ રૂ.1100 તૂટીને રૂ.60200 અને મુંબઈમાં રૂ.690ના ઘટાડાએ રૂ.59106ના સ્તરે બંધ થઇ હતી.
Published on: Sat, 14 May 2022
વૈશ્વિક બજારોના પગલે સોના-ચાંદીમાં વધુ ગાબડાં
