આઈપીએલ 2022 જાહેરખબરોમાં ફિલ્મ સ્ટાર્સે ખેલાડીઓને માત આપી

આઈપીએલ 2022 જાહેરખબરોમાં ફિલ્મ સ્ટાર્સે ખેલાડીઓને માત આપી
હાલમાં ચાલી રહેલી આઈપીએલની સીઝનમાં એડ વૉલ્યુમમમાં ફિલ્મ કલાકારોએ ખેલાડીઓને માત આપી દીધી છે. ટૅમ સ્પોર્ટ્સના અહેવાલ અનુસાર આઈપીએલની પ્રથમ 39 મેચમાં 47 ટકા જાહેરખબરોમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફિલ્મના કલાકારો હતા. જ્યારે ખેલાડીઓનું એડ વૉલ્યુમ 37 ટકા જ હતું. ફિલ્મ કલાકારોમાં રણવીર સિંહ નવ ટકા સાથે જાહેરખબરમાં સૌથી વધુ જોવા મળ્યો હતો. બીજા ક્રમે આઠ ટકા સાથે શાહરુખ ખાન, સાત ટકા સાથે અમિતાભ બચ્ચન ત્રીજા ક્રમે અને છ ટકા સાથે મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર ખેલાડી હતો. જયારે પાંચ ટકા જાહેરખબરમાં આમિર ખાન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલની ગત સીઝનમાં પણ જાહેરખબરમાં જોવા મળનારા ટોચના પાંચ સેલિબ્રિટિઝમાં રણવીર સિંહ, શાહરુખ ખાન અને એમ એસ. ધોની હતા આઈપીએલ 14 અને  15 બંનેમાં ટોચના પાંચ સેલિબ્રિટિઝમાંથી ત્રણ તો એકસરખા છે. આઈપીએલની વર્તમાન સીઝનમાં કુલ જાહેરખબરોમાંથી 53 ટકા સેલિબ્રિટિએ કરેલી જાહેરખબરો છે જે ગત સીઝન કરતાં આઠ ટકા વધારે છે.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer