દીકરા જુનૈદની `િપ્રતમ પ્યારે''માં આમિર ખાન

દીકરા જુનૈદની `િપ્રતમ પ્યારે''માં આમિર ખાન
અભિનેતા - નિર્માતા આમિર ખાને હંમેશા ટેલેન્ટેડ કલાકારોને પ્રોત્સાહન આપ્યું છે. તેની આગામી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાની રજૂઆતની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે તે પોતાના નિર્માણ ગૃહની આગામી સીરિઝ પ્રિતમ પ્યારે જેનો મુખ્ય કલાકાર આમિરનો પુત્ર જુનૈદ છે. તેમાં નાનકડી ભૂમિકા કરશે. આ ભૂમિકાના શૂટિંગ માટે આમિર રાજસ્થાન ગયો છે અને તે આ પ્રોજેકટ સાથે પૂર્ણપણે સંકળાયેલો છે. તેણે પ્રિતમ પ્યારેનું એક ગીત અને હૉસ્પિટલના કેટલાક દૃશ્યો શૂટ કર્યા છે. આમિર, જુનૈદ અને સહકલાકાર સંજય મિશ્રા સાથે જૂના નવાલગઢમાં આવેલી હેરિટેજ પ્રોપર્ટી ગ્રાન્ડ હવેલી અને  રિસોર્ટમાં આ શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ સિવાય કુલવાલ કોઠી હોટેલની આસપાસ પણ આ સીરિઝના કેટલાક દૃશ્યો ફિલ્માવાયા છે. પ્રિતમ પ્યારે વેબ સીરિઝમાં જુનૈદ મહારાજાની ભૂમિકા ભજવે છે. 1862ના મહારાજા કેસ પરથી આ સીરિઝ બનાવવામાં આવી છે. 

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer