સલમાન ખાનના નાના ભાઈ સોહેલના પણ છૂટાછેડા

સલમાન ખાનના નાના ભાઈ સોહેલના પણ છૂટાછેડા
બૉલીવૂડના સ્ટાર કલાકાર સલમાન ખાનના નાના ભાઈ સોહેલ અને  પત્ની સીમાએ 24 વર્ષના લગ્નજીવન બાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. આ દંપતીના લગ્ન 1998માં થયા હતા અને તેમને બે સંતાનો છે. છેલ્લા ઘણા સમયથી સોહેલ અને સીમા છૂટાં પડી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળતી હતી. નેટફ્લિક્સના શૉ ધ ફેબ્યુલસ લાઈવ્સ અૉફ બૉલીવૂડ વાઈવ્સમાં ફૅશન ડિઝાઈનર તરીકે સીમા ખાનને એકલી રહેતી જ દેખાડવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે, તમે શૉમાં જે જોયું હતું તે એકદમ સાચું છે. આવું જ છે એમ મારે કહેવું છે.
શૉમાં સીમાએ પોતાના લગ્ન વિશે સાંભળવા મળતી અટકળો વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, કયારેક તમે મોટા થાઓ ત્યાર બાદ સંબંધો જુદી જ દિશામાં જાય એવું પણ બની શકે. આ બદ્લ મને ખેદ નથી કેમ કે અમે ખુશ છીએ અને અમારા સંતાનો પણ ખુશ છે. મારા અને સોહેલના પારંપારિક લગ્ન નહોતાં પણ અમે એક પરિવાર છીએ. મારા અને તેના માટે અમારા બાળકો મહત્ત્વના છે. 
સોહલ અને સીમાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી અને ત્યાર બાદ બંને પોતપોતાની રીતે બહાર નીકળ્યા હતા. સોહેલ સાથે તેની ટીમ અને બોડીગાર્ડ હતા જયારે સીમા એકલી આવી હતી અને એકલી જ પાછી ફરી હતી. 

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer