દિગ્દર્શક ધર્મેશ મહાતા દિગ્દર્શિત અને નિર્મિત ગુજરાતી ફિલ્મ `જયસુખ ઝડપાયો' એક ખોટુકલી લવસ્ટૉરી છે. આગામી ત્રીજી જૂને થિયેટરમાં રિલીઝ થવા જઈ રહેલી છે. આ ફિલ્મનાં ઘણાં પ્રથમ વિક્રમો નોંધાઈ ચૂક્યા છે.
ગુજરાતી સિનેમા જગતમાં પ્રથમ વાર ભવ્ય સ્તરે, ફિલ્મનું ટ્રેઈલર તથા ગીતોનું લોકાર્પણ નમનરાજ પ્રોડક્શન્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મના અભિનેતા જ્હોની લિવર, જીમિત ત્રિવેદી, હાર્દિક સાંગાણી, પૂજા જોશી, અનંગ દેસાઈ, સાંચી પેશવાની, મોનાઝ મેવાવાલા, પૂર્વી વ્યાસ હાજર રહ્યાં હતાં.
ફિલ્મના પાર્શ્વગાયકો પૈકી જાવેદ અલી તથા ભૂમિ ત્રિવેદીએ પણ હાજરી આપી હતી.
દિગ્દર્શક તરીકે જાણીતા ધર્મેશ મહાતાની નિર્માતા તરીકે આ પહેલી ફિલ્મ છે. જ્યારે જ્હોની લિવરની આ પહેલી ફૂલ લેન્થ ગુજરાતી ફિલ્મ છે. પાર્શ્વગાયલો સુખવિંદર સિંહ પલક મુછલની પણ ગાયકો તરીકે આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. અભિનેત્રી પૂજા જોશીની પણ આ પહેલી ફિલ્મ છે. લેખક અમીત આર્યની પણ ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ છે.
લેખક સંજય છેલની સંવાદ લેખક તરીકે આ પહેલી ગુજરાતી ફિલ્મ છે.
ફિલ્મનું સંગીત કશ્યપ સોમપુરાએ આપ્યું છે, જ્યારે ગીતો મેધા અંતાણીએ લખ્યાં છે.
Published on: Sat, 14 May 2022
જ્હોની લિવર અભિનીત પ્રથમ ગુજરાતી ફિલ્મ `જયસુખ ઝડપાયો''
