અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મધ્ય રેલવેએ સમારકામ અને જાળવણીના કામ માટે મેઇન લાઇન ઉપર 15મી મેએ સવારે 11.05 વાગ્યાથી બપોરે 4.05 વાગ્યા સુધી માટુંગાથી મુલુંડ અપ અને ડાઉન સ્લો લાઇન ઉપર બ્લોક રહેશે. બ્લોક દરમિયાન અપ અને ડાઉન સ્લો લાઇનની ટ્રેનો સવારે 10.25 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી માટુંગા અને મુલુંડ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનો ઉપર દોડાવાશે.
બ્લોક દરમિયાન ટ્રેનો 15 મિનિટ મોડી રહેશે.
કુર્લા અને વાશી અપ અને ડાઉન હાર્બર લાઇન ઉપર 15મી મેએ સવારે 11.10 વાગ્યાથી સાંજે 4.10 વાગ્યા સુધી પાંચ કલાકનો મેગા બ્લોક રાખ્યો છે. બ્લોક દરમિયાન સવારે 11 વાગ્યાથી સાંજે 4.47 વાગ્યા સુધી અપ અને ડાઉન હાર્બર લાઇનની તમામ સેવાઓ રદ રહેશે. બ્લોક દરમિયાન સીએમએમટી - કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે વિશેષ સેવાઓ ચલાવાશે. હાર્બર લાઇનના પ્રવાસીઓ બ્લોક દરમિયાન સવારે 10 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મધ્ય રેલવેની મેન લાઇન અને પશ્ચિમ રેલવેમાં પ્રવાસ કરી શકશે.
Published on: Sat, 14 May 2022