મ્યાંમારથી આંધ્ર પ્રદેશના દરિયા કિનારે તણાઈ આવ્યો ગોલ્ડન રથ

શ્રીકાકુલમ, તા. 13 : આસની વાવાઝોડાને કારણે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ દરિયા કિનારે એક ગોલ્ડન રથ મ્યાંમારથી તણાઈને આવ્યો હોવાની વાત પુરવાર થઈ છે. સોનેરી રંગનો રથ દરિયા કિનારે આવતા એ તરફ સૌનું ધ્યાન ખેંચાયું હતું. સમુદ્રી પોલીસે રથ પર લખેલા શબ્દોને ડીકોડ કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, શબ્દ બર્મીઝ, ચાઇનીઝ અને તિબટી ભાષામાં  લખાયેલા હતા. એને પહેલી પૂર્ણિમાના 15મો દિવસ - વર્ષ 1383 એમ લખ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મરીન પોલીસ વિંગા સર્કલ ઇન્સ્પેક્ટર જી. ડેમુલ્લુએ કહ્યું કે, ડિપાર્ટમેન્ટે શબ્દોને ડીકોડ કરવા માટે ભાષા વિશેષજ્ઞો અને ગૂગલ ટ્રાન્સલેટરની સહાય લીધી હતી અને એ ગોલ્ડન રથ મ્યાંમારથી આવ્યો હોવાનું પુરવાર થયું. લાકડાના રથને સોનેરી રંગથી રંગવામાં આવ્યો હતો. રથ લાકડાનો હોવાથી આંધ્ર પ્રદેશના દરિયા કિનારા સુધી તણાઈ આવ્યો હતો. અમે રથને વધુ કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપ્યો છે.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer