નવી દિલ્હી, તા. 13 : સંસદ દ્વારા તેના અધિનિયમ બાદ એક મહિનામાં, કેન્દ્રએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અમેન્ડમેન્ટ, કોસ્ટ ઍન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીઝ (અમેન્ડમેન્ટ) ઍક્ટ 2022ની મોટાભાગની જોગવાઈઓને અમલમાં મૂકી છે.
કાયદામાં અન્ય ફેરફારોની સાથે ત્રણ વ્યવસાયિક સંસ્થાઓ - ચાર્ટર્ડ એકાન્ટન્ટ્સ, કંપની સેક્રેટરી અને કોસ્ટ એકાઉન્ટન્ટ સંસ્થાઓમાં શિસ્તની પદ્ધતિને સુધારવાની માગણી કરવામાં આવી હતી. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાઓની કામગીરીમાં, ખાસ કરીને તેમની શિસ્ત સંબંધી બાબતોમાં વધુ પારદર્શિતા લાવવાનો અને શિસ્ત પ્રક્રિયાની ગુણવત્તામાં વધારો કરવાનો છે.
સૂત્રએ કહ્યું કે કૉર્પોરેટ બાબતોના મંત્રાલયે આ સુધારાઓની મોટાભાગની જોગવાઇઓને 10 મેથી અમલમાં મૂકવાનો એક આદેશ જારી કર્યો છે. જોકે, ત્રણ સંસ્થાઓમાં શિસ્તની પદ્ધતિમાં ફેરફાર કરવા અંગેની નિર્ણાયક જોગવાઈઓ નવીનતમ પગલાઓમાં આવરી લેવામાં આવી નથી, એમ તેમણે ઉમેર્યું હતું. સંસદે અધિનિયમ પસાર કયાર્ય બાદ, બિન-સભ્ય આ સંસ્થાઓમાં શિસ્ત સમિતિના પ્રિસાઇડિંગ અૉફિસર બનશે.
Published on: Sat, 14 May 2022