બજારમાં કાંદાના ભાવમાં ઘટાડો

બજારમાં કાંદાના ભાવમાં  ઘટાડો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : ઉનાળામાં કાંદાની માગણી વધી જતી હોય છે. જેને પગલે થોડા સમય પહેલા કાંદાના ભાવ રૂ.50ને પાર પહોંચ્યા હતા. ત્યારબાદ હવે ફરી એકવાર તેમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં શાકભાજીઓની આવકમાં ઘટાડો જોવા મળતો હોય છે. દાદર શાકભાજી માર્કેટમાં ગત મહિના સુધી કાંદાની આવક ઓછી હતી. જેને પગલે જથ્થાબંધ કિંમત 35થી 40 રૂપિયા પ્રતિ કિલો તો છૂટક બજારમાં રૂ.45થી 50 પ્રતિ કિલોનો ભાવ હતો. હાલ છૂટક બજારમાં કાંદાના ભાવ રૂ.30થી 35 કિલો થઇ ગયા છે. શાકભાજીની આવકમાં વધ-ઘટ થવાથી આ સ્થિતિ હોવાનું વિક્રેતાઓએ જણાવ્યું હતું. કેટલાક શાકભાજીની કિંમત રૂ.100 કિલો ઉપર પહોંચી છે, જેમાં ફુલકોબી, ફણસી, પરવળ, ભિંડી, ટીંડોરાનો સમાવેશ થાય છે.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer