દુબઈ,તા.13: સંયુક્ત આરબ અમીરાતનાં પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયદ અલ નહ્યાનનું નિધન થઈ ગયું છે. તેઓ 73 વર્ષનાં હતાં અને ઘણાં દિવસોથી બીમાર હતાં. સરકાર તરફથી તેમનાં નિધન ઉપર 40 દિવસનાં રાષ્ટ્રીય શોકનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ ખાનગી અને સરકારી કચેરીઓમાં પણ ત્રણ દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. શેખ ખલીફા બિન ઝાયદ અલ નહ્યાન 3 નવેમ્બર 2004થી દેશનાં પ્રમુખ અને અબુ ધાબીનાં શાસક તરીકે કામકાજ સંભાળતા હતાં.
વડા પ્રધાન મોદીએ ખલિફા બિન ઝાયદના નિધન અંગે યુએઈને શોક સંદેશો પાઠવ્યો હતો.
Published on: Sat, 14 May 2022
યુએઈના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયદનું નિધન
