રિયાધમાં મુસ્લિમ વર્લ્ડ લીગની ધર્મસભા

રિયાધમાં મુસ્લિમ વર્લ્ડ લીગની ધર્મસભા
હિન્દુ સાધુઓનું ભવ્ય સ્વાગત
રાજેન્દ્ર વોરા  તરફથી
લૉસ એન્જલિસ, તા. 13 : 11 મે, 2022ના ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ રિયાધમાં એક ઉચ્ચ સ્તરીય, ઐતિહાસિક આંતરધાર્મિક સંમેલનને સંબોધિત કર્યું હતું.
મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત અને પાંત્રીસ દેશોના નેવું પ્રખ્યાત ધાર્મિક નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ધાર્મિક અનુયાયીઓ વચ્ચે ફોરમ અૉન કૉમન વૅલ્યૂઝ પર કેન્દ્રિત હતો. હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના વક્તવ્યને મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ, શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ ઇસ્સા સહિત વૈશ્વિક નેતાઓ દ્વારા આવકારવાની સાથે પ્રશંસા કરવામાં આવી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવો આપણે સાથે મળીને સંવાદિતા અને સહિષ્ણુતા દ્વારા પૃથ્વી પર સ્વર્ગ ખડું કરવા કામ કરીએ.  બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને આ સંમેલનમાં આમંત્રિત કરાયેલા પ્રથમ હિન્દુ પ્રતિનિધિમંડળના ભાગરૂપ આમંત્રિત કરાયા હતા. જેમણે અખાતમાંથી વિશ્વને શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપ્યો હતો. 

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer