મુંબઈમાં ડીઆઈડી સુપર મૉમ્સનું અૉડિશન

મુંબઈમાં ડીઆઈડી સુપર મૉમ્સનું અૉડિશન
ડીઆઈડી લીટલ માસ્ટર્સમાં બાળકોને ડાન્સિંગ ટેલેન્ટ દર્શાવવાનો મોકો આપ્યા બાદ હવે ઝી ટીવી મમ્મીઓને આ તક આપવા માટે ડીઆઈડી સુપર મૉમ્સ શૉની ત્રીજી આવૃત્તિ લઈને આવી છે.આ શૉમાંના ત્રણ જજમાંથી એક બૉલીવૂડના કોરિયોગ્રાફર રેમો ડી'સોઝા છે.
હાલમાં ડીઆઈડી સુપર મૉમ્સના અૉફ્ફલાઈન અને અૉનલાઈન અૉડિશન ચાલે છે. મુંબઈમાં 21મી અને બાવીસમી મેએ અૉફ્ફલાઈન અૉડિશન યોજાયા છે. આ માટે નામ નોંધાવવા ફોન નં- 9137857810 / 9137857830 ઉપર એકથી દોઢ મિનિટનો ડાન્સિંગ વીડિયો સાથે નામ, સરનામું અને વિગત મોકલાના રહશે અથવા 8291829164 નંબર પર મિસ્ડ કૉલ આપીને રજિસ્ટ્રેશન લિન્ક મેળવવાની રહેશે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer