રાજેશ ખન્ના-અમિતાભ બચ્ચનની આનંદની રિમેક બનશે

રાજેશ ખન્ના-અમિતાભ બચ્ચનની આનંદની રિમેક બનશે
પાંચ દાયકા અગાઉ બનેલી હિન્દી ફિલ્મોદ્યોગની કલ્ટ ડ્રામા ફિલ્મ આનંદની રિમેક બનશે. રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં અભિનયના પ્રાણ પૂર્યા હતા અને હજુ આજે પણ તેના સંવાદો અને ગીત લોકો યાદ કરે છે. ફિલ્મના મૂળ નિર્માતા એન. સી. સિપ્પીના પૌત્ર સમીર રાજ સિપ્પી નિર્માતા વિક્રમ ખખ્ખર સાથે મળીને આનંદની રિમેક બનાવશે. આનંદનું દિગ્દર્શન ઋષિકેશ મુખરજી હતા. જ્યારે રિમેક ફિલ્મ કોણ દિગ્દર્શિત કરશે તે હજુ નક્કી થયું નથી. વિક્રમે જણાવ્યું હતું કે, અમારી ઇચ્છા આ ક્લાસિક ફિલ્મને કોવિડ મહામારી પછીના યુગની બનાવવી છે, જેમાં જીવનનું અદકેરું મૂલ્ય દર્શાવવામાં આવશે. મૂળ ફિલ્મ સાથે જોડાયેલી લાગણીઓને ધ્યાનમાં રાખીને તેને ફરીથી કહેવામાં આવશે. 
જોકે, સોશિયલ મીડિયા પર આનંદની રિમેક પ્રત્યે નારાજગી દર્શાવવામાં આવી છે અને આ ક્લાસિક ફિલ્મને યથાવત્ રાખવામાં આવે એવી માગ કરાઈ છે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer