જાણીતા ફિલ્મમેકર કેતન મહેતાના ફઈ ઉષા મહેતાએ ભારતના આઝાદીના સંગ્રામમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે કેતને તેમના જીવન પરથી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મનું નિર્માણ અનુભવ સિન્હા કરશે. કેતને જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં આઝાદીની સંગ્રામના જુસ્સા વિશે છે. સ્વતંત્રતા પહેલાંના કાળમાં આઝાદીના સંઘર્ષના ભૂલાયેલા પ્રકરણને ફિલ્માવાવમાં આવશે. જ્યારે ગાંધીજીએ ભારત છોડોની હાકલ કરી ત્યારે બધા જ મોટા નેતાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ભરાતના યુવાનો આગળ આવ્યા હતા અને તેમણે લડતનો દોરી સંચાર સ્વહસ્તક લીધો હતો. ઉષા મહેતા ત્યારે બાવીસ વર્ષનાં હતાં અને તેમણે ભૂગર્ભમાં ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કર્યું હતું અને આ દ્વારા તેઓ મુક્તિ સંગ્રામના ખરા સામાચાર લોકો સુધી પહોંચાડતા હતા. આ કામમાં જીવ સટોસટનું જોખમ હોવા છતાં ઉષા મહેતાએ નીડરતાથી કર્યું હતું. તેમની અંગત ડાયરીઓ અને મને તેમણે કરેલી વાતો પરથી આ ફિલ્મ બનશે.
અનુભવ સિન્હાએ જણાવ્યું હતું કે, હું ઉષા મહેતાના દેશપ્રેમથી અભિભૂત થયો છું અને આ પ્રકારના દેશપ્રેમને લોકો સુધી પહોંચાડવો જરૂરી છે.
Published on: Fri, 20 May 2022
કેતન મહેતા સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતાના જીવન પર બનાવશે ફિલ્મ
