સમય પહેલાં ડ્રૉ ઘોષિત થઈ બાંગ્લાદેશ-શ્રીલંકા ટેસ્ટ

સમય પહેલાં ડ્રૉ ઘોષિત થઈ બાંગ્લાદેશ-શ્રીલંકા ટેસ્ટ
અંતિમ દિવસે બન્ને ટીમોએ સહમતિથી મૅચ ડ્રૉ કરવાનો નિર્ણય લીધો : એન્જેલો મેથ્યુસ મૅન અૉફ ધ મૅચ
નવી દિલ્હી, તા. 19 : બંગલાદેશ અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીનો પહેલો મેચ સમય પહેલા જ ખતમ થયો છે. મેચના અંતિમ દિવસે બન્ને ટીમોની સહમતિથી મેચને ડ્રો ઘોષિત કરવામાં આવ્યો હતો. મેચમાં પરિણામ આવશે નહી તેવું લાગતા બન્ને ટીમોએ મેચ સમય પહેલા જ પુરો કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ પહેલી ઈનિંગમાં 397 રન કર્યા હતા. જેમાં એન્જેલો મેથ્યુસ 199 રન બનાવીને આઉટ થયો હતો. મેથ્યુસને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 
શ્રીલંકાની પહેલી ઈનિંગના જવાબમાં બંગલાદેશે 465 રને ઈનિંગ ઘોષિત કરી હતી. શોરિફુલ ઈસ્લામ રિટાયર્ડ હર્ટ થયો હતો. બંગલાદેશ તરફથી તમીમ ઈકબાલે 133 અને મુશફિકુર રહિમે 105 રનની ઈનિંગ રમી હતી. જ્યારે લીટન દાસે 88 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી બીજી ઈનિંગમાં દિમુથ કરુણારત્ને અને નિરોશન ડિકવેલાએ અર્ધસદી કરી હતી.શ્રીલંકાએ બીજી વિકેટમાં છ વિકેટે 260 રન કર્યા હતા. જયારે પહેલી ઈનિંગમાં 199 કરનારો મેથ્યુસ ખાતુ ખોલ્યા વિના આઉટ થયો હતો. બંગલાદેશ તરફથી પહેલી ઈનિંગમાં નઈમ હસને છ વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી રજિતાએ ચાર વિકેટ લીધી હતી. બંગલાદેશ તરફથી તાઈજુલ ઈસ્લામે બીજી ઈનિંગમાં ચાર વિકેટ લીધી હતી. 
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer