સૂર્યમુખી સહિત આયાતી ખાદ્યતેલો ઘટયાં

સૂર્યમુખી સહિત આયાતી ખાદ્યતેલો ઘટયાં
સનફ્લાવર તેલમાં ડબે રૂ.50, મકાઈ તેલમાં રૂ.20 તૂટ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 19 : ઇન્ડોનેશિયા 23 મેથી તેના પામ ઓઇલની નિકાસ પરનો  પ્રતિબંધ ઉઠાવી લેશે,  સ્થાનિક ખાદ્યતેલોના  પુરવઠાની સ્થિતિમાં સુધારાને પગલે, પ્રમુખ જોકો વિડોડોએ ગુરુવારે જાહેરાત કરી હતી. બીજીબાજુ ઓગસ્ટ પામતેલ વાયદો પ્રત્યાઘાતી 60 રીંગીટ તૂટીને 6074ની સપાટીએ બંધ થયો હતો. કંડલા બંદરે પામતેલ હાજર રૂ.25 ઘટીને રૂ.1515-1520 હતું. સોયાતેલ રૂ.15ના ઘટાડે રૂ.1545-1550 હતું. 
સૌરાષ્ટ્રમાં સિંગતેલ લૂઝ્નો ભાવ રૂ.5 ના ઘસારે રૂ.1575 હતું. 4-5 ટેન્કરના કામકાજ હતા. ધોરાજી –ઉત્તક્કદ્મ લાઈનમાં તેલીયાનો ભાવ રૂ.2427-2428 હતો. ગોંડલમાં રૂ.1550માં ઓફર થતી હતી છતાં લેવાલીનો અભાવ હતો. સિંગખોળના રૂ.31000 હતા.  કપાસિયા વોશનો ભાવ રૂ.15ના ઘટાડે રૂ.1530-1535 હતો. વોશમાં 10-15 ટેન્કરના કામકાજ હતા. અભ્યાસુઓએ કહ્યું કે ઈન્ડોનેશિયાએ પામતેલ પરનો પ્રતિબંધ હટાવી દેવાની જાહેરાત કરતા હવે સ્થાનિક બજારમાં ઉછળતા તમામ ખાદ્યતેલોના ભાવ અંકુશમાં આવીને ઘટવા લાગશે. સૌરાષ્ટ્રમાં સુર્યમુખી તેલ ડબે રૂ.50, કપાસિયા રૂ.25, પામતેલ રૂ.10 અને મકાઈ તેલ રૂ.20 ઘટ્યું હતું. 
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer