મુલુંડની ઇમારતને ડીપીમાં બગીચાના આરક્ષણમાં મૂકી દેતાં પુનર્વિકાસમાં વિઘ્ન

મુંબઈ, તા. 19 : મુલુંડમાં 1979માં બંધાયેલી અરુણ કો-અૉપરેટિવ સોસાયટી નામની ઈમારતને વર્ષ 1991ના ડેવલપમેન્ટ પ્લાનમાં ખોટી રીતે `બગીચા માટે અનામત'ના વર્ગમાં મૂકી દેવામાં આવી હતી. મુંબઈ પાલિકાની અતિ વિચિત્ર ભૂલની આકરી કિંમત આ ઈમારતના રહેવાસીઓને ચૂકવવી પડી છે. 
આ ઈમારતમાં મોટા ભાગે વરિષ્ઠ નાગરિકો રહે છે. વર્ષ 2006-2007માં આ ઈમારતના પુનર્વિકાસ કરવાની દરખાસ્ત ઘડાઈ ત્યારે પાલિકાએ ઈમારતને `બગીચા માટે અનામત'ના વર્ગમાં મૂકી હોવાની જાણ રહેવાસીઓને થઈ હતી. ત્યાર પછી રહેવાસીઓએ મુંબઈ પાલિકાની કચેરીના સંખ્યાબંધ આંટા ખાધા હતા. સાંસદ અને વિધાનસભ્યોને પત્રો લખ્યા હતા. પુણેના વિધાનસભ્ય મેધા કુલકર્ણીની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ બધા પ્રયત્નો વ્યર્થ નીવડયા હતા. આ આરક્ષણ વર્ષ 2034ના ડેવલપમેન્ટ પ્લાનમાં પણ યથાવત્ રહ્યું છે. તેથી ઈમારતનો પુનર્વિકાસ અટક્યો છે.
વર્ષોની લડત બાદ રહેવાસીઓએ બગીચાનું આરક્ષણ રદ કરાવવા રેડી રેકનરના દરના પાંચ ટકા લેખે 19 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. બાદમાં આરક્ષણ રદ થયું છે. પાલિકાએ આખરે ભૂલ સુધારી છે, પરંતુ ભૂલ કરનાર અધિકારીને કોઈ શિક્ષા થઈ નથી.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer