આવક કરતાં વધુ સંપત્તિ : ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને તેમનાં પત્ની વિરુદ્ધ કેસ

અમારા પ્રતિનિધિ તરફથી
થાણે, તા. 19  : એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ગુરુવારે અહીં માહારાષ્ટ્રના ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા અને તેમનાં પત્ની વિરુધ્ધ આવક કરતા વધુ સંપત્તિ ધરાવવાનો કેસ નોંધાવ્યો છે. હાલમાં વિધાનસભ્ય અને તેમનાં પત્ની ફરાર છે.
એસીબીએ આરોપ મૂકયો હતો કે મહેતાએ નવ વર્ષમાં જનપ્રતિનિધિ તરીકે રૂ.8.25 કરોડથી વધુની કમાણી કરી હતી. આ આવક તેમની કમાણી કરતા વધુ હતી.
એસીબીની થાણે શાખાએ દંપતિ વિરુધ્ધ નોંધાવાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન અૉફ કરપ્શન એકટની સંબંધિત કલમો અને ભારતીય દંડ સંહિતાની કલમ 109 હેઠળ કેસ નોંધ્યો છે.
મીરા-ભાયંદરના નગરસેવક તરીકે તેમ જ જાન્યુઆરી 2006 એ અૉગસ્ટ, 2015 દરમિયાન વિધાનસભ્ય તરીકે મહેતાએ પોતાના પદનો દુરુપયોગ કરીને રૂા. 8,25,51,773 આવક ભેગી કરી હતી. આ તમામ ગુનામાં તેમનાં પત્ની પણ ભાગીદાર હતા.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે તેમની સામે પહેલાથી 35 કેસ છે. હાલમાં તેઓ ફરાર છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer