મલબાર હિલ જળાશયનું નૂતનીકરણ ચોમાસા બાદ

મુંબઈ, તા. 19 : 140 વર્ષ પહેલાં બાંધવામાં આવેલા મલબાર હિલ જળાશયનું ચોમાસા બાદ સમારકામ અને નૂતનીકરણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટની પુષ્ટિ કરતાં બીએમસીના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (ડી-વૉર્ડ) પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું કે, આજુબાજુના વિસ્તારો માટેના પાણીપુરવઠાના મુખ્ય સ્રોત એવા આ જળાશયનું લાંબા સમય દરમિયાન તબક્કાવાર સમારકામ કરવામાં આવશે.
જળાશય અને બગીચાની જાળવણી બીએમસીના હાઈડ્રોલિક વિભાગની કાર્યક્ષમ ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવે છે, અને સમારકામ પણ આ ટીમની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
બગીચાનો ઉપયોગ ઘણાં લોકો સવાર અને સાંજ લટાર મારવા માટે કરતા હોય છે ઘણાં લોકોને એવી ચિંતા છે કે, સમારકામ શરૂ થયા બાદ બગીચાને બંધ કરી દેવામાં આવશે. નૂતનીકરણનું કાર્ય શરૂ થશે કે તરત જ બગીચાને બંધ કરવામાં નહીં આવે જે ભાગમાં સમારકામ કરાશે તેને બંધ કરવામાં આવશે, જ્યારે બાકીનો ભાગ મુલાકાતીઓ માટે અને લગર મારવા માટે ખુલ્લો રહેશે.
રીજ રોડનું કામ જાન્યુઆરીમાં પૂર્ણ થવાની આશા
મલબાર હિલ પરિસરમાં આવેલા રીજના હિસ્સાને વર્ષ 2020ના ચોમાસામાં ભેખડ ધસી પડવાને કારણે ભારે નુકસાન થયું હતું.
મુંબઈ પાલિકા આ માર્ગને આવતા જાન્યુઆરી માસ સુધીમાં પૂર્વવત્ કરી દેવાનો ઈરાદો ધરાવે છે. સ્પેન્ટા બિલ્ડિંગ પાસે લગાડવામાં આવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે આ કામ આવતી દસમી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાશે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer