કોરોના-કુપોષણને કારણે હજારો લોકોનાં મૃત્યુનો ભય
પ્યોંગયાંગ, તા.19 : કોરોના કાળમાં અઢી વર્ષ સુધી ઝીરો કોવિડ કેસનો દાવો કરનાર ઉત્તર કોરિયામાં કોરોનાએ કેર મચાવ્યો છે અને ટૂંકા ગાળામાં સંક્રામકોની સંખ્યા 10 લાખને પાર પહોંચી છે. ઉત્તર કોરિયાએ દુનિયા પાસેથી કોરોના વેકિસનનો સ્વીકાર કર્યો નથી અને દેશમાં હજારો લોકો કુપોષણનો ભોગ બન્યા હોવાથી કોરોનાને કારણે સામૂહિક મૃત્યુનો ભય ઉભો થયો છે. તાનાશાહ કિમ જોગ ઉને દેશના તમામ શહેરમાં તાબડતોબ લોકડાઉન જાહેર કર્યુ ઁ.
ઉત્તર કોરિયાએ તાજેતરમાં કોરોનાથી પહેલું મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતુ. ત્યાર બાદ રહસ્યમય તાવને કારણે હજારો લોકો બીમાર હોવાનું સામે આવ્યુ હતુ. એવી સંભાવના છે કે દેશમાં કોરોનાનું ઓમિક્રોન સ્વરુપ ફેલાયુ છે જેને કારણે પોઝિટિવ કેસ અનેક ગણાં વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જૂલાઈ 2020માં જ્યારે ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો ત્યારે તાનાશાહ કીમે દર્દીને ગોળીથી ઠાર મારવાનો આદેશ આપ્યો હતો.
Published on: Fri, 20 May 2022