ઍક્ટિર કેસોની સંખ્યા ઘટી : રિકવરી રેટ 98.75
નવી દિલ્હી, તા. 19 : દેશમાં વીતેલા 24 કલાકમાં કોરોનામાં 1730 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ત્રણ દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
જો કે, સારી વાત એ છે કે, વીતેલા દિવસોમાં 2212 દર્દી કોરોનાથી સ્વસ્થ થયા છે. કોરોનાના સક્રિય મામલાની સંખ્યામાં પણ ઘટાડો જારી છે.
દેશમાં કોરોનાનો રિકવરી રેટ 98.75 ટકા પહોંચી ગયો છે. પોઝિટિવિટી દર ઘટીને માત્ર 0.42 ટકા રહી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 19,97,695 લોકોએ રસી લીધી છે.
બુધવારે દેશમાં કોરોનાના 13,826 સક્રિય કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે મંગળવારે 14,303 સક્રિય કેસ નોંધવામાં આવ્યા હતા.
રાજધાની દિલ્હીમાં કોરોનાના મામલા પહેલાંથી ઓછા છે, પરંતુ પોઝિટિવિટી રેટ લોકોને ડરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 532 નવા કેસ નોંધાયા છે.
Published on: Fri, 20 May 2022