નવી દિલ્હી, તા. 19 (એજન્સીસ) : ઇન્ડોનેશિયા સરકારે પામતેલની નિકાસબંધી સોમવારથી હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. વૈશ્વિક બજારોમાં રશિયા-યુક્રેન યુદ્ધને લીધે સર્જાયેલી ખાદ્યતેલ કટોકટીને દૂર કરવા 23 મેથી આવતા સોમવારથી ક્રૂડ પામતેલ સાથે રિફાઇન્ડ પ્રોડક્ટ અને અન્ય વેરાયટીની નિકાસ શરૂ થશે, એમ પ્રમુખ જોકો વિડોડોએ જણાવ્યું હતું. અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પાક બચાવવા માટે 28 એપ્રિલથી ઇન્ડોનેશિયાએ ખાદ્યતેલની નિકાસબંધી કરી હતી. વૈશ્વિક બજારોમાં સૂર્યમુખી તેલની ભારે અછત સર્જાઈ હોવાથી વૈશ્વિક સ્તરે ઘણા દેશોમાં ફુગાવો વકર્યો હતો.
Published on: Fri, 20 May 2022