આતંકવાદને ભંડોળના કેસમાં યાસીન મલિક દોષિત

નવી દિલ્હી, તા. 19 : આતંકી ભંડોળ કેસમાં કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને દોષી ઠરાવાયો  છે. મલિકને કેટલી સજા આપવી તે અંગે એનઆઈએ કોર્ટમાં 2પમી મેથી દલીલો શરૂ થશે. દિલ્હીની એક અદાલતમાં મલિકે આતંકવાદ માટે નાણાકીય સહાયના મામલામાં આરોપો સ્વીકારી લીધા હતા. ત્યારબાદ અદાલતે આજે તેને અપરાધી જાહેર કર્યો છે. સાથે જ એનઆઈએને મલિકની આર્થિક સ્થિતિ પર પણ અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો. 2017માં કાશ્મીર ખીણમાં અશાંતિનો માહોલ ઊભો કરવા, આતંકવાદ અને અલગતાવાદી ગતિવિધિઓના એક કેસમાં મલિકે હાલમાં જ અદાલતમાં યુએપીએ સહિતની કલમો હેઠળ લગાવવામાં આવેલા આરોપો સ્વીકારી લીધા હતા. મલિકે જણાવ્યું હતું કે તે આ આરોપોને પડકારશે નહીં.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer