ચેક બાઉન્સના કેસની પતાવટ માટે ખાસ અદાલતો રચવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી,તા.19 : એકબાજુ દેશની અદાલતોમાં પડતર કેસોનો ચિંતાજનક ભરાવો છે અને તેમાં જ્યારથી બેન્કનાં ચેક પરત ફરવાનાં કાયદા કડક થયા છે ત્યારથી તેનાં કેસનો ગંજ પણ વધુને વધુ મોટો થઈ રહ્યો છે. આ સંજોગોમાં હવે સુપ્રીમ કોર્ટે આવા ચેક બાઉન્સનાં કેસની ત્વરિત પતાવટ માટે 1 સપ્ટેમ્બરથી પાંચ રાજ્યોમાં સેવાનિવૃત્ત ન્યાયધીશોનાં સથવારે સ્પેશિયલ કોર્ટનું ગઠન કરવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ એલ.નાગેશ્વર રાવ, ન્યાયમૂર્તિ બી.આર.ગવઈ અને ન્યાયાધિશ એસ.રવીન્દ્ર ભટ્ટે આ નિર્દેશ આપતાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં મોટી સંખ્યામાં પેન્ડિંગ મુકદ્દમાને ધ્યાને રાખતા નેગોનિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આ રાજ્યોમાં વિશેષ અદાલતો રચવામાં આવશે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer