આઈઆઈટી-બૉમ્બેના કૅમ્પસમાં શરૂ થશે ઇલેક્ટ્રિક બગી

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 19 : મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ અૉફ ટેકનૉલૉજી (આઈઆઈટી)એ એના કેમ્પસમાં ઇલેક્ટ્રિક બગી સર્વિસના અખતરા 17 મેથી શરૂ કર્યા છે. અખતરા સફળ રહ્યા તો આ બગી સર્વિસ કેમ્પસના તમામ શિક્ષકો, વિદ્યાર્થી અને મુલાકાતી ટૂંક સમયમાં વાપરી શકશે. 
કેમ્પસમાં પહેલા ઈ-શટલ નામની સર્વિસ ચાલતી હતી, પણ આ નવી બગી સર્વિસમાં વધારા ઘણા સારા ફિચરો છે. ચોમાસામાં આ બગી સર્વિસ વિના વિઘ્ને દોડશે. આ બગી સર્વિસ બેટરી ઓપરેટેડ છે અને એ આઈડિયેન્ટા પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ બનાવી છે. 
આગાઉ કેમ્પસમાં જે શટલ સર્વિસ હતી એના વાહનોને ઢળાવ ચડવામાં તકલીફ પડતી અને ચોમાસામાં એ સર્વિસ બંધ કરવી પડતી હતી. એમાં જીપીએસ ટ્રેકર પણ નહોતું. હવે નવી બગી સર્વિસમાં આ સમસ્યા નથી. 
ઇલેક્ટ્રોનિક બગી સર્વિસના અખતરા ટૂંક સમયમાં શરૂ થઈ ગયા છે અને જુલાઈમાં એ દોડતી થઈ જશે. કેમ્પસમાં 24 કલાક એ સર્વિસ ચાલુ રહેશે. જોકે રાતના સમયે બગીની સંખ્યા એકદમ ઓછી હશે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer