અમદાવાદ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ અને બ્રહ્માંડ વિજ્ઞાન કેન્દ્રની જાહેરાત

અમદાવાદ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ અને બ્રહ્માંડ વિજ્ઞાન કેન્દ્રની જાહેરાત
અમદાવાદ, તા. 19 : અમદાવાદ યુનિવર્સિટીના કુલપતિ અને મોનેજિંગ બૉર્ડના અધ્યક્ષ પ્રોફેસર પંકજ ચંદ્રએ અંતરિક્ષ અને બ્રહ્માંડ વિજ્ઞાન માટે એક નવા આંતરરાષ્ટ્રીય કેન્દ્રના નિર્માણની જાહેરાત કરી હતી. આ અંતરિક્ષ, ખગોળ અને બ્રહ્માંડ વિજ્ઞાનના ક્ષેત્રમાં અત્યાધુનિક સંશોધન માટે અને સામાન્ય લોકોમાં આ ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ વિકાસના પ્રસાર માટે એક પહેલ છે. એ યુવા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા, તેમને અવકાશ અને બ્રહ્માંડ વિજ્ઞાનમાં સંશોધન ક્ષેત્રે કારકિર્દી અપનાવવા અંગે પ્રોત્સાહિત કરવા અને આ ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો સંબંધિત જાણકારી પ્રદાન કરવાનો પણ પ્રયાસ કરશે.
કેન્દ્ર અમદાવાદ યુનિવર્સિટીના અન્ય સંશોધન ક્લસ્ટરો સાથે મળીને કામ કરશે. ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ પાથ-બ્રેકિંગ સંશોધન હાથ ધરવા અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોગદાન આપવાનો પ્રયાસ કરશે. સંશોધન કરવા ઉપરાંત ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર સ્પેસ એન્ડ કૉસ્મોલૉજી વર્કશોપ અને કૉન્ફરન્સનું આયોજન કરશે. ટૂંકા અને લાંબા ગાળા માટે મુલાકાતીઓ માટેનું આયોજન કરવા ઉપરાંત સ્પેસ અને કૉસ્મોલૉજીમાં રસ ધરાવતા દેશભરના વિદ્યાર્થીઓ જોડાશે અને શૈક્ષણિક કાર્યક્રમો બનાવશે.
પ્રોફેસર પંકજ જોશી અમદાવાદ યુનિવર્સિટીની સ્કૂલ અૉફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં એન્કર કરેલા સ્કૂલ અૉફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનના પ્રતિષ્ઠિત પ્રોફેસર છે. કેન્દ્ર, સંબંધતિ વિષયમાં રસ ધરાવનારાઓ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સાથીદારોના સહયોગમાં કામ કરશે. પ્રોફેસર પંકજ જોશી, બ્લૅક હૉલ ફિઝિક્સ અને કૉસ્મોલૉજીમાં આપેલા તેમના યોગદાનને વિશ્વસ્તરે માન્યતા મળી છે. તેમના સંશોધનનો એક મુખ્ય વિષય છે બ્લૅક હૉલ. 
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer