આધા ઈશ્કમાં આમના શરીફની સ્ટાઈલ બની વાયરલ

આધા ઈશ્કમાં આમના શરીફની સ્ટાઈલ બની વાયરલ
`આધા ઈશ્ક'માં આમના શરીફની સ્ટાઈલ લોકપ્રિય બની છે. બિન પારંપારિક પ્રેમકથા ધરાવતી આધા ઈશ્કમાંની આમનાની ફૅશન જોઈને ફૅશનપરસ્તો ફિદા થઈ ગયા છે. તેણે કહ્યું હતું કે, આમાં રોમાનો લૂક મેળવવા માટે ઘણી સ્ટાઈલ ટ્રાયલ આપી છે. વાર્તામાં ઘણી ટાઈમલાઈન્સ છે એટલે તે દરેક વત્રો સાથે પણ વ્યક્ત થાય એવી અમારી ઈચ્છા હતી. લોકોને મારી સ્ટાઈલ ગમી છે તે જાણીને મને આનંદ થયો છે. નીલમ જેવા રંગના લાંબા શ્રગ સાથે ગ્રીન હાઈ નેક અને બ્લુ ડેનિમનું કૉમ્બિનેશન સુંદર દેખાય છે. અન્ય એક દૃશ્યમાં વ્હાઈઠ શર્ટ અને બ્લેક ગ્લવઝ સાથે સોલિડ જેકેટ અને પ્રિન્ટેડ સ્લીંગ બેગનો લૂક પણ મને ખૂબ ગમ્યો હતો. 
આમનાએ ઠેડીની ઋતુમા લેયરીંગ ક્લોથ્સની ફૅશન કરી છે, જેમાં ચિકનકારી કુરતા સાથે ફુલની ડિઝાઈન ધરાવતી કાશ્મીરી ટોપી અને સ્કાર્ફ પણ સરસ દેખાય છે. 
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer