જિયા શંકરની પંચલાઈનો ગુડ નાઈટ ઈન્ડિયામાં

જિયા શંકરની પંચલાઈનો ગુડ નાઈટ ઈન્ડિયામાં
સોની સબ પર ગુડ નાઈટ ઇન્ડિયાની સહ સંચાલિકા તરીકે જિયા શંકર આવી છે. કાટેલાલ ઍન્ડ સન્સમાં અભિનય કરીને જાણીતી બનેલી જિયા કૉમિક ટાઈમિંગ અને પંચલાઈનો માટે ચાહકોના દિલ જીતી રહી છે. તેણે પંચલાઈનો અને શાયરીઓ રજૂ કરીને પોતાની કુશળતા દર્શાવી છે. જિયાએ કહ્યું કે, હું પહેલી વાર ગુડ નાઈટ ઇન્ડિયા જેવા શૉમાં કામ કરું છું અને મને જે સારો પ્રતિસાદ મળ્યો છે તેની ખુશી છે. અમિત ઉત્તમ સહ સંચાલક છે અને મને સહકાર આપે છે. કૉમેડી સાથે રિયાલિટીનો આ પ્રકાર મારા માટે નવો હોવાથી તે મને સાચવી લે છે. 

Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer