ધર્મયોદ્ધા ગરુડમાં વિન્તા અને ગરુડની અનોખી કેમિસ્ટ્રી

ધર્મયોદ્ધા ગરુડમાં વિન્તા અને ગરુડની અનોખી કેમિસ્ટ્રી
સોની સબ પરથી પ્રસારિત થતી સીરિયલ ધર્મયોદ્ધા ગરુડમાં ગુલામીની જંજીરોમાંથી માતાનો છુટકારો રાવતાં ગરુડના જોશને દર્શાવવામાં આવે છે. ગુલામીમાં જન્મેલો ગરુડ (ફેઝલ ખાન) માતા વિન્તા (તોરલ રાસપુત્રા)નું સમ્માન પાછું મેળવવા નિયતિ સામે જંગ શરૂ કરે છે. 
જોકે, આ બંને કલાકારો અભિનય કરવા સાથે આત્મીય રીતે પણ જોડાઈ ગયા છે. તેમની અૉનસેટ અને અૉફસેટ કેમિસ્ટ્રી સુંદર છે. 
આ વિશે વાત કરતાં ફેઝલે જણાવ્યું હતું કે, તોરલ ટોચની અભિનેત્રી છે અને તેની સાથે અભિનય કરવા મળવું મારા માટે આશીર્વાદરૂપ છે. અમારી વચ્ચે અૉફક્રીન પણ ઘણો પ્રેમ છે. તેની સાથે વાત કરવાથી મારા મનની તાણ ઓછી
થાય છે. 
તોરલે પણ ફેઝલની વાત સાથે સંમત થતાં કહ્યું કે, હું મારા પુત્ર ગરુડ સાથે નીકટતાથી જોડાઈ ગઈ છું. અમારી વચ્ચે ગજબનું સમીકરણ છે. 
તે સેટ પર બધાની મજાકમસ્તી કરે છે અને સુંદર માહોલ સર્જે છે. ગરુડ અને વિન્તાનો પ્રેમ ક્લાસિક છે અને તેઓ જ એકબીજાનો આધાર હોય છે. 
અમે સીરિયલમાં અને અંગત જીવનમાં પણ એકમેકને સાથે આપીએ છીએ. મને લાગે છે કે ભાગ્યવશ આખું યુનિટ એકત્ર થયું છે અને તેમાંથી સારું પરિણામ મળી રહ્યું છે. 
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer