આર. માધવન દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ રૉકેટરી: ધ નામ્બી ઈફેક્ટે કાન ફેસ્ટિવલમાં ઇતિહાસ સજર્યો છે. આ ફિલ્મનું વર્લ્ડ પ્રિમિયર કાન ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું અને તે પૂરી થયા પછી દસ મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી તેને નવાજવામાં આવી હતી. ઈસરોના વિજ્ઞાની અને વિચક્ષણ નામ્બી નારાયણની જીવનકથા છે.
ફિલ્મમાં માધવને માત્ર દિગ્દર્શન જ નથી કર્યું, પરંતુ મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. આ ફિલ્મે રજૂ થયા અગાઉ જ સૌનું ધ્યાન ખેચ્યું હતું. આથી જ તેના વર્લ્ડ પ્રિમિયરને જોવા કેટલાય લોક ઉત્સુક હતા અને તે જોયા બાદ સૌએ માધવન પર અભિનંદનની વર્ષા કરી હતી.
Published on: Sat, 21 May 2022
રૉકેટરી : ધ નામ્બી ઈફેક્ટને કાન ફેસ્ટિવલમાં તાળીઓના ગડગડાટથી નવાજવામાં આવી
